STORYMIRROR

Chirag Sharma

Abstract Tragedy

4  

Chirag Sharma

Abstract Tragedy

આજનો માણસ

આજનો માણસ

1 min
280

મુખોટું પહેરીને ફરતો આજનો માણસ,

નિતનવા રંગ બદલતો આજનો માણસ,


રંગ બદલવામાં થઈ રહ્યો પાવરધો માણસ,

કાચિંડાને પણ શરમાવતો આજનો માણસ,


બેઈમાની અને કપટમાં આગળ છે માણસ,

પ્રમાણિકતા નેવે મૂકીને પૈસા કમાતો માણસ,


કાવા-દાવા, રાજનીતિમાં ભૂલ્યો માણસાઈ,

લોભ-લાલચને સ્વાર્થમાં પ્રભુને ભૂલ્યો માણસ,


સ્વાભિમાન નેવે મૂકી અનીતિ કરતો માણસ,

પર્યાવરણ ઉજાળી પૈસા કમાતો આજનો માણસ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract