Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nardi Parekh

Abstract

4  

Nardi Parekh

Abstract

સાબદું શૈશવ

સાબદું શૈશવ

1 min
339

શૈશવ છે સાબદું,

ઉંચકવાને બોજ,

પાળવા છે નીજનાંને,

એ તેની અંતર ખોજ,

અકાળે ઠરેલ બની,

કરી લીધો નિર્ધાર,

સૂકવીને આંખોથી,

અશ્રુની ધાર,

એકલ પંડે ઝઝૂમે,

ભરી નિષ્ઠામાં મોજ,

ભાવિનાં ઘડવૈયા,

ને નિજનાનાં આધાર,

નાના'શા ખભાને,

ન લાગે એનો ભાર,

લઈને એનો ગેરલાભ,

થતો રહેતો અત્યાચાર,

વયથી બમણું કામ કરાવી,

તેનાં તૂટતાં તાર તાર,

બાળ મજૂરનાં કાયદાનો,

થતો રહેતો રકાસ,

એ નિર્દયોનાં દિલમાં,

ન થતો હરિનો વાસ,

પોતે જે વેચતા,

નિજ કાજ ન પામતાં,

છતાં ઈમાનદારીથી,

કર્તવ્યનો હાથ થામતા,

મા ભોમનું મસ્તક,

કરતાં એ ઉન્નત,

તેમના થકી તો,

આ અવની છે જન્નત,

 જરી ના ડગાવે,

એમને આફતની ફોજ,

નંદી એ મહેકતા,

બની અત્તરના હોજ.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract