STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

4  

Pooja Patel

Abstract Inspirational

સફળતા

સફળતા

1 min
412

એમનેમ નથી મળી જતી સફળતા

તન મન અને મગજની મહેનત લાગે છે

લોકોનું વિચારવાનું બંધ કરો

લોકોને તો તમારા નસીબની વાત લાગે છે.


સપનાં તમારાં તો મહેનત પણ તમારી

લોકોની પંચાત એ નથી તમારી જવાબદારી

જોઈએ તમને જો સફળતા તમારી

તો પરિશ્રમ અને પરસેવાની મહેનતને કરો પ્યારી !


આરામ કરો હરામ તમારો

ભલે નીકળી જાય કૂચો તમારો

સફળતાનો રંગમંચ તમારો

રાહ જુએ મહેનતનાં દરવાજાની પેલે પાર તમારો વારો !


કાટ લાગેલા તમારાં નસીબનાં તાળાને

મહેનતથી ચમકાવો વગર કોઈ બહાને

સફળતા કોઈ કર્મોનાં ફળમાં નથી

એ તો માપીને જોવે છે તમારી મહેનતનાં પરસેવાને !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract