રંગોનો તહેવાર
રંગોનો તહેવાર
રંગોનો તહેવાર છે ધુળેટી,
આવી આજ આંગણે મારે ધુળેટી,
મળી જશે દરેક મિત્રોને સખીઓ,
મચાવશે ધૂમ સહુ સંગ મળીને,
ધુળેટીના ગીત ગુંજશે અને વાગશે ઢોલ,
કોઈક વગાડે મંજીરાને કોઈ વગાડે ઢોલ,
લાલ ગુલાબી પીળા લીલા રંગ બધા ઊડાવશે,
પિચકારી ભરીભરીને લઈ આવો,
દરેકના ચહેરા રંગે રંગાયેલા હશે,
કોઈ ઝૂમે ભાંગના નશે કોઈ ફાગણના ગીતે,
દિલથી દિલ મળી જાય દરેકના,
રંગરંગીલો છે આ મસ્ત તહેવાર.
