મુસાફરી
મુસાફરી
હું નીચે ઊભો તળેટીમાં
છેક ઉપર,
મને સફળતા મોટી દેખાતી હતી,
મુસાફરી હતી લાંબી
પણ મજાની,
મુસાફરો સાથે ધીમે ધીમે કપાતી હતી,
અને આડી અવળી
પગદંડીમાં,
સંઘર્ષની હર ઘડી ઊભી થતી હતી,
પણ અડગ રહ્યો
ઊભો થયો "સરસ",
આમ જ જિંદગી ઘડાતી હતી
આમ જ જિંદગી ઘડાતી હતી.
