યાર...ખરી છે તું
યાર...ખરી છે તું
ખરી છે તું
યાદ છે પેલી વાત પારસીની
સાકર દૂધની જેમ ભળી છે તું
યાર ખરી છે તું,
ગલીપચી થાય જોતાવેંત
બીજા ને કરાતી સળી છે તું
યાર ખરી છે તું,
ભૂલભૂલામણી ખોટા રસ્તે
જ્યાં જઉં ત્યાં મળી છે તું
યાર ખરી છે તું,
આંગળી આપે ને પો'ચું પકડે
આતો ખભે ચડી છું તું
યાર ખરી છે તું,
દિલથી લઈ દિમાગના રસ્તે
આતો માથે પડી છે તું
યાર ખરી છે તું,
હું હલી જઈશ જો તું જાય
દિલનો પાયો બની અડી છે તું
યાર ખરી છે તું,
કવિતા ગીત ગઝલ કે નવલિકા
રગેરગમાં આલાપી છે તું
યાર ખરી છે તું.
