તારું લાવ
તારું લાવ
ઉપાધિ ને નોતરું પારકું
બીજાનું નહીં તારું લાવ,
બીજાનું બહુ સારું
તું સૌથી સારું લાવ,
કર એવું કામ ભૂરા
મોઢે નામ તારું લાવ,
હરિ ભજી હરહર ગંગે
વાતમાં પાણી તારું લાવ,
કોઈનું ના લેવાય અહીં
માળામાં નામ તારું લાવ,
હાશકારા ના બહુ ગીતો
હાહાકાર જેવું તારું લાવ,
બની જમુરો કરી દે કમાલ
બે કાન વચ્ચે માથું તારું લાવ.
