STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy Others

એવું નથી

એવું નથી

1 min
172

મને ગઝલ ગમતી નથી, એવું નથી,

તારી વાતો ગમતી નથી, એવું નથી,


કૈક એવું હોય તો માની લઉ હાર હું

મને હાર સદા સદતી નથી, એવું નથી,


ખુલ્લું આકાશ ને મુક્ત પવન જોને

તારી યાદ કઈ રચતી નથી, એવું નથી,


લઈ લઉં બધું મારી મુઠ્ઠીમાં તું કે

મારી મુઠ્ઠી ખમતી નથી, એવું નથી,


કોઈની મરવા પછીની વેદના નું શું

એય ક્યારેય મરતી નથી, એવું નથી,


જૂનું જાય ને નવું આવી ગયું અહીં

તું વાર્તા નવી રચતી નથી, એવું નથી,


એક જાય ને બીજી આવે, મૂકે પોક

સૌની ઈચ્છા મરતી નથી, એવું નથી,


રચના ભલે હોય સારી કે ખરાબ

કલમ કશું કહેતી નથી, એવું નથી,


તને આમ સહેજ ધારી ને જોઉ

એ તારી છેડતી હોય એવું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy