એકથી દસ
એકથી દસ
એકડે ઊઠી આળસ મરડ્યું,
બગડે બગાસું એક ખાધું,
તગડાને તો તરસ લાગી,
એક ગ્લાસ પાણી પીધું,
ચોગડા ભાઈ ચાલક હતા
એણે ગરમ પાણી લીધું,
છાના માના બાથરૂમમાં ઘૂસી
સ્નાન ચોગડે કરી લીધું,
પાંચડા ભાઈ તો ઘર આળસનું
એણે પાછું ગોદડું લીધું,
આંખો ચોળતા પડ્યા પથારીએ
ને ગોદડું એણે તો ઓઢી લીધું,
છગડા ભાઈ ઊઠ્યા છાના માના
જઈને રવેશમાંથી છાપુ લીધું,
સાતડા ભાઈ સમસમી ઊઠ્યા
ને છગડાનું છાપુ ઝૂંટવી લીધું,
આંઠડો ઊઠ્યો ને અકળાઈ ગયો
ઝગડો ડામવા નવડાનો સહારો લીધો,
નવડાએ ઝગડ્યા દાદા દસ ને
દાદા દસે ઝગડો સમી દીધો.
