STORYMIRROR

Kaushik Dave

Comedy Drama Children

3  

Kaushik Dave

Comedy Drama Children

મીટિંગમાં તો મજા જ મજા

મીટિંગમાં તો મજા જ મજા

1 min
209

હવે તમે કહો મીટિંગમાં શું કરવાનું

ચૂપ રહેવાનું કે હાથ ઊંચો કરવાનો !


કેટલીક મીટિંગમાં તો મસ્તી કરવાની

ચા નાસ્તો કરવાનો, ઠઠ્ઠામશ્કરી કરવાનો,


કોણ કઈ મીટિંગ કરે છે એ ધ્યાન રાખવાનું !

ઓફિસની મીટિંગમાં ઠપકો જ ખાવાનો !


હાઈસ્કૂલની મિટિંગમાં પેરન્ટ્સને જવાનું

વાલીને સાંભળવાનું ને સ્ટુડન્ટ્સને હસવાનું !


આવી આવી કેટલી મીટિંગમાં જવાનું

બેચલરોને પરિચય મેળામાં જવાનું,


સંતાનો માટે વાલીએ યોગ્ય પાત્ર શોધવાનું

એ માટે આવા મેળામાં ભટકવાનું !


કોઈ મળે ઓળખીતું તો કોઈ મળે અજાણ્યું

ઓળખીતાને સીધું ના કેવીરીતે કહેવાનું !


કાશ..જો હોત એ જુનો જમાનો

ના થાત મીટીંગો ને ના બધે ભટકવાનું !


મીટીંગો વગર પણ ઓફિસમાં કામ કરવાનું

રોજ રોજ સાહેબની ધોંસ, સાંજ પડે હસવાનું,


એ... જલસા હતા ભાઈ પહેલા જલસા

મીટીંગોમાં તો મજા કરીને જ જવાનું !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy