બટાકાને ભૂલશો નહીં
બટાકાને ભૂલશો નહીં
ભૂલો ભલે બીજું બધું
બટાકાને ના ભૂલશો
ત્રણેય ઋતુઓમાં કામ આવે
બટાકાને ના ભૂલશો,
ઘરમાં કંઈ શાક ના હોય
ત્યારે બટાકા જ કામ આવે
બટાકાના વિવિધ ઉપયોગ
બટાકાને ના ભૂલશો,
બાળકોને ગમતા બટાકા
સવારે સાંજે ભાવતા બટાકા
બાલાજીની વેફર વગર
દિવસ એનો કદી જતો નથી
બટાકાને ભૂલશો નહીં,
બટાકા છે શાકનો રાજા
સૌને હરાવે છે બટાટા
શાકભાજીને ટાટા કરનાર
કાયમ ખવાય છે બટાટા
બટાકાને ભૂલશો નહીં,
એવા ઉપયોગી બટાકા એ
એક દિવસ તો રડાવ્યા હતા
કરફ્યૂ વખતે કઠોળ ખાઈને
પેટ અમારા બગાડ્યા હતા,
કોરોના આવે ત્યારે
યાદ આવે છે હવે બટાકા
ઊંચા ભાવે પણ ખરીદવા પડશે
સૌને ભાવતા બટાકા,
ભૂલો ભલે બીજું બધું
બટાકાને ના ભૂલશો
ત્રણેય ઋતુઓમાં કામ આવે
બટાકાને ના ભૂલશો.
