પરીક્ષા
પરીક્ષા
જોયું જેવું પેપરોનું ખોખું,
આવ્યું એવું મુજને ઝોકું.
જેમ તેમ કરી બગાસું રોકું,
ધોયું મોઢું, કર્યું એમ ચોખું.
પ્રશ્નોને હું જેમ તેમ ગોખું,
ભૂલ ભૂલૈયે ખાતી હું ગોથુ.
ત્યાં થયું મેડમનું મોં બોખું,
કાઢ્યા ડોળા,ઊંચક્યું ડોકું.
લાગ્યું પરીક્ષા ખંડે સૌ નોખું,
'અમરત' પાકું નિશાન તોકું.
