મગજમારી
મગજમારી
એને ઝાંપો કે જાળી કાંઈ એવું હોતું હશે ?
આ મગજને તે કાંઈ બારી જેવું હોતું હશે ?
કહે લોકો 'આના મગજમાં કોઈ વાત ઊતરતી નથી,
તો વાતને ઉતારવા કાંઈ ડોલ દોરી જેવું હોતું હશે ?
સતત ચાલતી રહે ચોવીસે કલાક વણઝાર વિચારોની,
એને કાંઈ થોડી દિવસ રાતની પાળી જેવું હોતું હશે ?
ટોકે બધાં યાદ રાખો, બેસાડો મગજમાં વાત બરાબર!
તોય ભૂલવામાં એને કોઈની સાડીબારી જેવું હોતું હશે ?
રોજ જમાવે, ફેરવે, ને રોજ રોજ સૌ ખાય પણ ખરા,
એને પણ કાંઈ રસોઈની મગજમારી જેવું હોતું હશે ?
