ઘરમાં હોય જો ઝગડાળુ નાર
ઘરમાં હોય જો ઝગડાળુ નાર
હે.. જી..
લટપટ પગ એ ઘરની ધરે, અટપટા બોલે ઘણાં એ વેણ
પિયુ સે જો જરી ખટપટ ભઈ સો ટપટપ ટપકે નેણલે નૈન.
જો. ને..
સઘળું સંકટ સાંખીએ કાઢી કર્મનો કે બીજાનો વાંક
પણ ભૂંડી જેની ભારજા દુઃખનો એના નહીં કોઈ પાર.
હે... જી..
કર્કશ વેણ કાયમ બોલે, કરે સદા સગુણી નાર હોવાની વાત
ઈ તો ગુસ્સામા ગામ ગજવતી, એના પડછાયાથી ભાગે સહુ જોઈ લાગ.
જો ને..
વલખે ઈ નર સદા મનમાં જેના ઘરમાં હો ઝગડાળુ નાર
વિપત સઘળી ત્યાં નિવાસ કરે, ઈ કરતી કુલ અખાનો વિનાશ."
જોઈ વિચારી અણીએ ઘરમાં સદા ગુણવંતી નાર
રૂપ જોઈને જે મોલ કરે, ઈ નરના પસ્તાવાનો નહીં પછી પાર.
