મિત્રો સંગે અનેરી મોજ
મિત્રો સંગે અનેરી મોજ
હે..જી...
ભેરુ મળે તો હેતે ભેટીએ, કરીએ મોજ મસ્તી સ્નેહ સંગાથ
ખોલી હૃદય કેરા કબાટ, કરીએ મનમાં મૂંઝવતી બધી વાત.
જો..ને..
મોજ સાચી એ જ જીવન તણી, જયારે ભેરુ પડખે રહી મસ્તી કરે
છલકતું હાસ્ય ભીતરે ઈ મસ્તી થકી, ઈ તો પહાડ જેવા દુઃખડા હરે.
હે..જી..
મન મલકતાં અને જેના હૈયા હોય છલકતાં, એવા મિત્રો મળે હરખ થાય
એમાં લંગોટિયો જો કોઈ દોસ્તાર મળે, પછી મસ્તીની મીઠી યાદો તાજી થાય.
હે.. જી.
કાયરો કરે કલબલ ઝાઝી, શૂરવીર શોધે સદા સાચો ઉપાય
વીર ભૌગ્યાં વસુંધરા પણ, ભડવીરને આ જોતાં હરખાય.
હે જી
નેહ વરસતા નેણલાં ને, વરસે હૃદયે પ્રેમતણો સદા વરસાદ
રાજ વિનવે હરિને સદા, દેજો ભડવીર સાચા ભેરુનો સંગાથ.
