ઘરઘરની કહાની
ઘરઘરની કહાની
બસ એક સવાલ રાજાને સતાવતો
રાની કેમ પૂછે છે વારેઘડીએ
પિત્ઝા બર્ગર ખવડાવજો,
લાગે છે કે સાંજે ઘરમાં
રસોઈમાં આરામ હશે,
ઝોમેટો કે સ્વીગીની એપ
ડાઉનલોડ કરાવશે,
રોજ સાંજે બહારનું
ખાવાની જે આદતો પડી,
આ આદતોના લીધે જ
રાજાને રંક બનાવશે,
આજકાલના રાજાઓ પણ
રાનીની વાતો માનશે,
રાજારાનીની આવી કહાની
હવે ના બોલાવજો,
જેના ઘરે સાંજે ખખડે
ચકલો અને વેલણ,
એના ઘરમાં રાજારાની જેમ
સુખશાંતિ રહે.