એક સપનું આવું પણ
એક સપનું આવું પણ
કેમ મને આવું સપનું આવે
સપનાંમાં મને બે..બે રાતો જગાડે,
રાત્રે દેખાતી હતી હજારની નોટો
બે બે હજારની વિસરાઈ જતી નોટો,
સપનાં પછી વિચાર પણ આવે
ગરીબોને પણ આવા સપનાં જગાડે !
કેમ મને આવું સપનું આવે
સપનાંમાં મને મોહનથાળ દેખાડે,
મોહનથાળ જોઈને ઊંઘ ના આવે
કદાચ મને ડાયાબિટીસ પણ જગાડે !
સપનાં પછી વિચાર પણ આવે
સપનાંમાં કેમ ગુલાબ જાંબુ ના આવે !
કેમ મને આવું સપનું આવે
સપનું મને બીપ બીપ સંભાળાવે,
બીપ બીપ સાંભળીને ઊંઘ ના આવે
બિપોરજોય ચક્રવાત જગાડે !
આવું નામ સાંભળીને જોય ક્યાંથી આવે ?
પોર નહીં પણ હવે રાત્રે જગાડે !
કેમ મને આવું સપનું આવે
સપનું મને કલ્યાણ કલ્યાણ સંભળાવે,
કલ્યાણ સાંભળીને સોનું ચાંદી યાદ આવે,
ઘરમાં નથી સોનું ચાંદી તો પણ જગાડે !
કલ્યાણ તો ફક્ત એકનું જ કરાવે
રિશ્તે મેં કિસ કિસ કો જગાડે !
કેમ મને આવું સપનું આવે
સપનાંમાં મને કંઈ પણ ના આવે,
યાદ રહે તો પણ યાદ ના આવે
પછી
યહ રિશ્તા ક્યા કહેલાતા હૈ બુલાવે,
જાગો હવે સવારે પણ જગાડે
સપનાં જોઈને બધાની ઊંઘ પણ બગાડે,
આખી રાત સપનું જ બોલતા
અમે તમને કાંઈ યાદ ના આવતા !
બસ ત્યારથી કોઈ સપનું ના આવે
ઉંમરનો હવે હિસાબ ગણાવે,
હવે બહુ દોડાદોડી ના કરતા
વિચારો વમળે ચડે તો સપનાં ના જોતા,
છતાં પણ મને સપનું આવે
સપનાંમાં હવે શું શું આવે ?
