સમયધારામાં
સમયધારામાં
1 min
315
ચુંબકની જેમ મુજને દિલને દિલથી લગાવી જો,
ધડકનના સાદે ચુંબકીય રીતથી દિલ ધરાવી જો,
દીવાનગી જામી રહી ધરાથી ગગન સંગ વસંતે,
રૂપની શીતળ ચાંદનીથી મારા પ્રેમને સજાવી જો,
ગુસ્સો ને મિજાજ વૈશાખ જેઠનો આકરો તડકો,
મસ્તાની અદાઓની અભરાઈએ ખુદને ચઢાવી જો,
સપનાં ને આશાનાં હિલોળે જીવનની નાવડી ચાલે,
સ્મિતની મીઠી વાદળી હળવે હળવે નમાવી જો,
તારી સાથે રહું જીવનભર, બસ એક તમન્ના મારી,
'મન'ની સમયધારામાં પ્રેમ અંજલિ વહાવી જો.