ઝરૂખો
ઝરૂખો
રાહ જૂએ ઝરૂખે બેસી ને કિનારે સાજણા,
પ્રિયતમ તો કેવો દેખાય એ વિચારે સાજણા,
ચાર માસનો ઉનાળો ને હજી છે ભરચોમાસું,
સૂરજ વેઠાય નહીં, ને રાત્રે ચાંદ સાથે અંધારું,
પિયુ મારો આવ્યો નહીં, જે ગયો દેશ પરદેશ,
શાંત ઝરુખે સજી બેઠી સોળ શણગારનો વેશ,
મહેણાં મારે સખીઓ ને ઘેર એકલતાનો માર,
ગાંડી ઘેલી ઘૂમુ શેરીઓમાં, ન આવે કોઈ ખબર,
જમાનો ખૂબ ખરાબ ને વેઠું તીખી તીખી નજરો,
ક્યાં સુધી સંભાળું હું ? જવાનીનો મીઠો નજારો,
બાર બાર વર્ષના વાયરા વહ્યાં ને થયા નયન કોરા,
ગંગા જમના સૂકાયા ને મૃગજળના વલખા કોરાં,
હું ને મારો ઝરૂખો, થઈ રાહબરનાં રાહની ઓળખ,
ઝરૂખા થાય ના ખંડિત, એ જ છે પ્રેમની ઈબાદત.