STORYMIRROR

Panchal Manojkumar Ramanlal

Inspirational

4  

Panchal Manojkumar Ramanlal

Inspirational

આઝાદીનો રંગ

આઝાદીનો રંગ

1 min
230

આઝાદીના રંગોથી હોળી રંગીશું આજ, 

દિલો પર સ્વતંત્રતાનો હશે આજથી રાજ.


ગણતંત્ર દિનને આજ ધામધૂમથી ઉજવીશું,

દેશપ્રેમના રંગે રંગાઇ તિરંગો ખૂબ લહેરાવીશુ.


નાના નાના હાથોમાં બાળકો તિરંગો લઈ દોડશે,

જય હિન્દ ને વંદે માતરમના નારા જોરથી બોલશે.


મારી જિંદગી એ ભારતમાતાની અમોલ ભેટ છે, 

લોહીની નસેનસમાં ને રગોમાં તેની જ મહેંક છે .


દાનવીર ને શહીદોના દેશમાં સંસ્કૃતિ અવ્વલ છે,

ગાંધી, ભગતસિંહ ને આઝાદ જેવા કર્મવીરો અમર છે.


ગૌરવ ને ગુણવંતી આ ભારતભૂમિને વંદન છે ,

સોનેરીપંખીનો દેશ ભારતદેશ ને શત શત નમન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational