Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anjana Gandhi

Inspirational Others

2.8  

Anjana Gandhi

Inspirational Others

વાદળી કાળી જ્યારે છવાયે

વાદળી કાળી જ્યારે છવાયે

1 min
14.3K

વાદળી કાળી જ્યારે છવાયે,

કુટુંબ કેરો ભાસ્કર થઈ જાયે.

દુ઼ઃખની છાયા જયારે મંડરાયે,

ત્યારે તેજ કિરણ થઈ જાયે.

એ બીજો કોઈ નહીં પણ પિતા,

ફૌલાદ જેવું જિગર રાખે.

કન્યા વિદાયે મીણ થઈ જાયે, 

એ બીજો કોઈ નહીં પણ પિતા.

પુત્રને ને નાનપણામાં આંખો બતાવે,

સાચો ખોટો રસ્તો સમજાવે.

થાય જુવાન પુત્ર ત્યારે સખો બનાવે,

ખભે હાથ મૂકી દુનીયાદારી સમજાવે.

એ બીજો કોઈ નહીં પણ પિતા.

કંટક પર પોતે ચાલીને,

સૌનૈ માટે ફૂલ બિછાવે. 

થઈ બાગબાન સહુનો. 

હસતે મોઢે ફરજ નિભાવે,

એ બીજો કોઈ નહીં પણ પિતા.

બદલાયે ઋતુ વર્ષ મહિના,

પણ એ તો બદલાય કદી ના,

આખી જિંદગી ઢાલ બને એ.

કરશો એને દુઃખી કદી ના,

એ બીજો કોઈ નહીં પણ પિતા.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational