STORYMIRROR

Shaurya Parmar

Inspirational

4  

Shaurya Parmar

Inspirational

ચાલ્યા કરીશ

ચાલ્યા કરીશ

1 min
25.9K


સુખમાં પણ ચાલ્યા કરીશ,

દુખમાં પણ ચાલ્યા કરીશ,

હવે ના સુખ છે ના દુખ છે,

હું અંત સુધી ચાલ્યા કરીશ.


દિવસનું શું ? એ આવે ને જાય,

રાત ટાણે હું નિશાચર બનીશ,

અંધકાર અને પ્રકાશ બંને મારા,

નવા રસ્તા શોધતો, ચાલ્યા કરીશ.


હોય જંગલ કે હોય મોટું રણ,

હું ક્ષણ ક્ષણ ચાલ્યા કરીશ,

મળે જો પશુઓ કે જંતુઓ,

દરેક સાથે હું, મિત્રતા કરીશ.


સાગર કે મહાસાગર લાવે પાણી,

હું લાકડાં તાણીને હોડી કરીશ,

મોજાંઓની માયા કહો કે મમતા,

હું હોડી અવિરત, હાંક્યા કરીશ.


નજરે મોટા પહાડ પણ આવે,

પ્રથમ હું મક્કમ મન કરીશ,

થોડા ઊંડા ઊંડા શ્વાસ ભરીશ,

પછી અંત સુધી ચાલ્યા કરીશ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational