STORYMIRROR

Urmila Savsani

Inspirational

4  

Urmila Savsani

Inspirational

ગુજરાતી હું

ગુજરાતી હું

1 min
27.4K


કૈંક નદીનાં નીર તણો પાવન સંગમ

વાયુ ભીતર વેદ વાત ચર્ચાતી જયાં

ગુજરાતી હું....


ઉગમણે ઓરડીયે બેઠી બિરદાળી,

અમીનજરથી પ્રેમપિયાલો પાતી જયાં

ગુજરાતી હું....


મહેરામણની લાલ કસુંબી લહેરો પણ;

ગીત ગુર્જરી ધરા તણાં એ ગાતી જયાં

ગુજરાતી હું...


અન્નકૂટ,ઓચ્છવ ને છપ્પન ભોગ વળી;

મહા આરતી સોમનાથની થાતી જયાં,

ગુજરાતી હું...


વિપ્ર સુદામા સાથે મોહન મદમાતો,

લોખંડીની સિંહ સમી છે છાતી જયાં,

ગુજરાતી હું...


લઈ પ્રતિજ્ઞા બેઠી નર્મદ પાઘડીએ,

ઝવેર કેરી ચારણકન્યા રાતી જયાં,

ગુજરાતી હું...


નમાજ ગૂંજે કચ્છડે કાયમ ગેબીને,

તેજ કટારી ત્યાં છે તોરલ તાતી જયાં,

ગુજરાતી હું....


ડણકું દેતા ડાલામથા ગિરીવરમાં,

આમ્રમંજરી કેશર થઈ છંટાતી જયાં,

ગુજરાતી હું...


દયાનંદ ને રાજચંદ્ર-સા રત્ન અહિં,

ખમીરવંતી ખાંભી પણ પૂજાતી જયાં,

ગુજરાતી હું....


ધારણ કરવો જન્મ અહિં વિરલ ઘટના,

વિશ્વફલક પર જે ગુજ્જુ કહેવાતી જયાં

ગુજરાતી હું.....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational