STORYMIRROR

Urmila Savsani

Others

2.5  

Urmila Savsani

Others

વરસે અષાઢીલી હેલી

વરસે અષાઢીલી હેલી

1 min
28K


આભની અટારીમાં ભાણ ક્યાં છૂપાયો ?

એને ગોતે છે વાદળીઓ ઘેલી

આજ વરસે અષાઢીલી હેલી


બાવળની ડાળી પર બોલે બપૈયોને, સાદ એનો હૈયું હરખાવે,

ક્યાંક વળી બેસીને ઝગમગતાં હિંડોળે, વિજ એનાં કુન્તલ ફરકાવે,

વનરાજી વહુઆરુ સજતી શણગાર, એની ઓઢણીએ ભાત લીલી મેલી

આજ વરસે અષાઢીલી હેલી


વીંઝણો બનાવીને પીંછાનો મોર પેલો, ઢેલડીનાં મનને રિઝાવતો,

ઝીણેરી ઝરમરની ઝાંઝરીઓ પહેરીને, વાયુ એની વાંસળી વગાડતો,

ચરણો પખાળવા પિયુ તણાં પ્રેમથી, સરિતાએ જાણે દોટ મેલી

આજ વરસે અષાઢીલી હેલી


સંધ્યાનાં સથવારે ઘેધૂર ઘટામાં ક્યાંક, ચંદરને તારા છૂપાયાં,

અંબરનાં ગોખેથી દેખું તો દિવલડાં, હેલીને દેખી લજવાયા,

છૂટાછવાયા ક્યાંક વરસે છે ઝાપટાં ને, મેઘધનુષ કરતું અટખેલી

આજ વરસે અષાઢીલી હેલી


Rate this content
Log in