STORYMIRROR

Jay Vora

Inspirational

4  

Jay Vora

Inspirational

એક વિસામો છો આપ

એક વિસામો છો આપ

1 min
27.6K


ખબર નથી ખુદ ખુદા છો કે ખુદાનો પડછાયો છો આપ,

વ્યથાથી વ્યાકુળ થયેલા મારા મનનો એક વિસામો છો આપ.


રાવણને પણ રામ અને દુર્યોધનને પણ દેવતા બનાવી દે,

મને તો એવો કોઈ જાદુઈ ચિરાગ લાગી રહ્યા છો આપ.


અમાસની અંધકારી રાત્રિ જેવી થઈ ગયેલી જિંદગીમાં જાણે,

સૂરજનું પડેલું પહેલું તેજસ્વી કિરણ છો આપ.


નવચેતના અને નવસર્જનનો જાણે એક સંચાર છો આપ,

જડને પણ ચેતન બનાવી દે એવી દિવ્ય પ્રેરણા છો આપ.


આપની સાદગી, આપની પવિત્રતા જોઈને લાગે છે જાણે,

સ્વયં સાક્ષાત કોઈ પારસમણિ જ છો આપ.


આ 'અડિયલ' મનવાળા માનવી માટે તો જાણે બસ,

ખુદાના રૂપમાં મળેલ મિત્ર કે મિત્રના રૂપમાં મળેલ ખુદા છો આપ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational