STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

ઝંખનાઓ મિલનની

ઝંખનાઓ મિલનની

1 min
26.6K


આ ઉંમરને સમયના પ્રવાહમાં આપણે ઓગાળી છે,

ત્યારે હૃદયને એકબીજાની પવિત્ર મૈત્રી મળી છે.


બે તરફથી લંબાયા છે લાગણીના હાથ આપણાં,

ફૂલથી લચેલી શાખની જેમ જુવો દોસ્તી ફળી છે.


અહેસાસ એવા તો ઓગળ્યા છે એકમેકમાં હવે,

તાજી ખુશ્બૂ ફૂલોની જે રીતે હવાઓમાં ભળી છે.


જન્મોના એક લાંબા અંધકાર પછી જાણે હવે,

આ જીવનમાં એક ઝળહળતી જ્યોતિ જલી છે.


ઓગળેલી તમન્નાઓના ઝરણાંઓની ગતિ હવે,

તમારા જ અસ્તિત્વ તરફ સ્નેહથી ઢળી છે.


વિરહની પાનખર ને સ્પંદનોનો સળવળાટ,

ઝંખનાઓ મિલનની વસંત માટે ટળવળી છે.


તમે વરસ્યા છો જ્યારથી "પરમ" મેઘ થઈને,

આ રુદિયાની સૂકી ધરા"પાગલ"થઈ પલળી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational