STORYMIRROR

Shaurya Parmar

Inspirational

4  

Shaurya Parmar

Inspirational

રામના રખોપા

રામના રખોપા

1 min
26.9K


દીવો હોલવીતો જો વાહલા,

રામના રખોપા રાખ્યા છે...!


મળે છાંયો કે ફળ મળે,

બીજ એવા નાખ્યા છે.


નીલકંઠના હોઉં, ભલે હું,

મેં વિષ અનેરા ચાખ્યા છે.


આજે નાનો તો કાલે મોટો,

એવા ભવિષ્ય ભાખ્યા છે.


હમણાંજ જઉં હું ઉપર પણ,

મારા રામે દરવાજા વાખ્યા છે.


દીવો હોલવીતો જો વાહલા,

રામના રખોપા રાખ્યા છે...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational