STORYMIRROR

Neha Desai

Drama

4  

Neha Desai

Drama

મળી જાશે

મળી જાશે

1 min
322

હૈયે હામ જો હોય તો, સર્વસ્વ મળી જાશે,

દરેક સવાલનો જવાબ, ચપટીમાં મળી જાશે !


હૃદય, વ્યથાથી ભરપૂર, જો હોય તો,

અશ્રુને, હૃદયનો પૈગામ, તુરંત મળી જાશે !


કોઈ ન આવે જોડે તોય, ચાલતો રહેજે, 

મંઝિલ તારી ખુદ તને, સામે આવી, મળી જાશે !


કરી લે ગુફતેગૂ કદી, ખુદનાં માંહ્યલાં સાથે પણ,

દર્પણમાં કદી તારું સાચું, પ્રતિબિંબ મળી જાશે !


મિજાજ બદલે છે જિંદગી, મોસમની જેમ,

વસંતની રાહ જોશો તો કદી, પાનખર મળી જાશે !


દાઝ્યાં ઉપર ડામ, લગાવે છે દુનિયા,

“ચાહત”નો મલમ લગાવી જો, કદાચ જિંદગી મળી જાશે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama