STORYMIRROR

Narendra K Trivedi

Drama

4  

Narendra K Trivedi

Drama

તારા મંદિર શિવ ઘંટ રણકે

તારા મંદિર શિવ ઘંટ રણકે

1 min
395

તારા મંદિર શિવ ઘંટ રણકે, ને લોક જાગે અહીં

પૂજા થાળ લઈ હસ્તે ચરણ તો, છે તું જ દ્વારે બધાં

આવ્યો હું તું જ દ્વાર ના કવન ને, જાણું અપૂર્ણ હું છું,


ખાલી હાથ ભલે મુખે સ્મરણ છે, આ તારું ભાવો ભર્યું

બિલ્વ ત્રિદલ કંકુથી તિલક તો, સૌ તું જ ને તો કરે,


ભોલા તારું સ્વરૂપ તો તપન છે, ને ધ્યાન સૌ તો ધરે

ટોળાં છે ગણ ભૂતનાં સંગ સંગે, સ્મશાનમાં વાસ છે,


કૈલાસે વસવું વહે ઝરણ તો, કૈં પ્રેમને આપતું

રુદ્રાક્ષે વસતું સદા વચન છે, ને આશિષો આપ તું,


કંઠે તો વિષ વાસુકી શરણ છે, આંખો તો દયાથી ભરી

આપ્યું યોગવિજ્ઞાન આ જગતને, આધ્યાત્મ ભાવો ભરી,


નાંદો તો મધુરા નભે ડમરુંનાં, ગુંજે સદા આપનાં

ૐકારે બ્રહ્મ પ્રસર્યું ગગનમાં, આધાર તારો લઈ

નિર્મોહી શિવ તું અહીં અગમ છે, આપ્યો સહારો સદા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama