STORYMIRROR

Isha Kantharia

Drama Tragedy Others

4  

Isha Kantharia

Drama Tragedy Others

નિર્દય માનવી

નિર્દય માનવી

1 min
569

કોરોનાએ તો બધાના સ્પષ્ટ રંગ બતાવ્યા, 

પારકા અને પોતાના વગર ચશ્માં બતાવ્યા,


ગરીબની મદદ કરીને સોશિયલ મિડિયા પર,

પોતાના નામની બડાઈના પરચા ફરકાવ્યા, 


શેઠ ફાર્મ હાઉસ પર પાર્ટી કરી ફોટા મૂકતા, 

ને કારીગરોને એક ટંક ભોજન માટે તરસાવ્યા,


ફોન કરતા ખબર અંતર પૂછવા તો જવાબ મળતો 

કેમ કંઈ જોઈએ છે કે ફોન કર્યો ? 

આવું બોલી લોકોએ સંબંધોને લજાવ્યા,


ગામને ચોખ્ખું રાખતા સફાઈ-કર્મચારીઓએ,

પીવા માટે પાણી માંગતા લોકોએ તેમણે તડપાવ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama