STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama

4  

Dhanjibhai gadhiya "murali"

Drama

ગીત

ગીત

1 min
245

ગીતના મુખડામાં તું,

ગીતના અંતરમાં તું,

ગીતના હર એક શબ્દમાં ધબકતી તું,


ગીતના રાગમાં તું,

ગીતના આલાપમાં તું,

ગીતની સુરીલી સરગમ લહેવનારી તું,


ગીતની બંદિશમા તું,

ગીતના તાલમાં તું,

ગીતની એકધારી લયમાં ગતિ કરનારી તું,


ગીતના મંદ્રમાં તું,

ગીતના મધ્યમાં તું,

ગીતના તાર સપ્તકમાં મધુર ખીલનારી તું,


ગીતની તાનમાં તું,

ગીતની તિહાઈમાં તું,

ગીતના રાગ અને રસને મેળવનારી તું,


ગીતના સાઝમાં તું,

ગીતના ગાયનમાં તું,

ગીતમાં મધુરો "મુરલી" નાદ વહાવનારી તું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama