STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Inspirational

રાસની રમઝટ

રાસની રમઝટ

1 min
1K

શરદ પૂનમનો ચંદ્ર ખીલ્યોને, મધુર જામી રાત,

શ્યામ સુંદરે યમુના તીરે, મુરલીનો કર્યો નાદ.

તાક ધીના ધીન, તાક ધીના ધીન, તાક ધીના ધીન,

ત્ ત્ ત્ ત્ ત્ ત્....

રાધા રાની દોડી આવી, યમુનાજીને ઘાટ,

દોડી દોડી ગોપીઓ આવી, રાસે રમવા આજ.

તાક ધીના ધીન, તાક ધીના ધીન, તાક ધીના ધીન,

ત્ ત્ ત્ ત્ ત્ ત્....

તાલ વાગે, ઝાંઝ વાગે, વાગે પખાવજ પરાન,

રાસની મધુર રમઝટ બોલી, ધરતી ગુંજી આજ.

તાક ધીના ધીન, તાક ધીના ધીન, તાક ધીના ધીન,

ત્ ત્ ત્ ત્ ત્ ત્....

તાનમાં આવી, પ્રેમમાં રાચી, ભૂલી ગયા સૌ ભાન,

"મુરલી" ધરની મધુરી તાને, માણ્યો પરમાનંદ આજ.

તાક ધીના ધીન, તાક ધીના ધીન, તાક ધીના ધીન,

ત્ ત્ ત્ ત્ ત્ ત્.

સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama