STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama

4  

Dhanjibhai gadhiya "murali"

Drama

ચિત્તડાનો ચોર

ચિત્તડાનો ચોર

1 min
417

મારા ચિતડાનો ચોર, પેલો શામળીયો,

મુરલી વગાડે ઘનઘોર, પેલો શામળીયો,


ગ્વાલ બાલ લઈ ઘરમાં આવે, માખણ મીસરી લૂંટાવે,

ખાધુ ન ખાધું ઢોળી નાખે, એક બીજાને ઊડાડે,

મને જોઈને ભાગી જાય, પેલો શામળીયો,


પનઘટ પરથી પાણી ભરીને, સાહેલી સંગ આવું,

કાંકરી મારી મટકી ફોડે, ભીની થઈ શરમાવું,

મને નખરાં કરી સંતાય, પેલો શામળીયો,


તારા વિનાનું આંગણ મારૂ, સૂનું સૂનું લાગે,

તારૂ સુંદર મુખ નિરખવાં, મનમાં મનોરથ જાગે,

મનનાં મોર નચાવી જાય, પેલો શામળીયો,


રાતે જ્યારે પોઢું ત્યારે, નીંદર મારી ઉડાડે,

સપનામાં આવીને મુજને, નજરૂનાં નૈન લડાવે,

મને તડપાવે દિન રાત, પેલો શામળીયો,


વાટલડી હું જોઉં છું તારી, વહેલો આવજે વાલમ,

એવી કઈ ભૂલ થઈ મારાથી, 'મુરલી' વિનવે પ્રિતમ,

મને રડાવે છે રસરાજ, પેલો શામળીયો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama