STORYMIRROR

Gopal Dhakan

Drama

5.0  

Gopal Dhakan

Drama

માછલીનું ગીત

માછલીનું ગીત

1 min
647


વીરા હોડી રે હંકાર મધદરિયે રે,

અમે પરણી દરિયાને પાછા કેમ ફરીયે ?

....વીરા હોડી રે હંકાર મધદરિયે રે.....


મારી આંખથી પખાળું તારા પગને રે,

નભ ક્યુ રે દઝાડે કોઈ ખગને રે..?

....વીરા હોડી રે હંકાર મધદરિયે રે.....


કંઈક અમારાં વીત્યા છે ઘણાં સપના રે,

તો ' યે જળ અમારાં છે વીરા ખપના રે...

....વીરા હોડી રે હંકાર મધદરિયે રે.....


શ્વાસ, પ્રેમ ,હૂંફ ,સ્નેહ તણી પ્રીત ઘણી રે,

તેના પ્રેમ જળ વિના મીન જાય ઢળી રે...

....વીરા હોડી રે હંકાર મધદરિયે રે.....



Rate this content
Log in

Similar gujarati poem from Drama