STORYMIRROR

bina joshi

Drama Romance

4  

bina joshi

Drama Romance

શું કહું

શું કહું

1 min
346

લાગણી મારી વરસી પડે તો શું કહું,

મન મારૂં ભરાઈ આવે તો હું શું કહું, 


બિહામણું જંગલ સપનાંમાં દેખાયું,

ઊંઘમાંથી ઝબકી ઊઠી તો હું શું કહું, 


ઘોર અંધારા આકાશમાં ખરતો તારો,

ઈચ્છામાં તને હું માંગવા માટે શું કહું, 


ક્યારેય સપનું ક્યારેય હકીકત બન્યું,

માયાજાળ આસપાસ લાગે શું કહું,


વાતો વિચારીને ચહેરો મુસ્કુરાઈ જતો,

સુંદર સરોવર બગીચો દેખાય શું કહું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama