આલિંગન
આલિંગન
મેઘ મલ્હાર હું ગાઈ રહ્યો છું,
વાદળો ઉમટયા છે ધીરે ધીરે,
નભમાં વીજળી ચમકી રહી છે,
સમીર ફૂંકાઈ રહ્યો છે ધીરે ધીરે,
પક્ષીઓ કલશોર કરી રહ્યાં છે,
વાતાવરણ મહેંક્યું છે ધીરે ધીરે,
યાદ પ્રિયતમાની આવી રહી છે,
મધુર સ્વરો લગાવું છું ધીરે ધીરે,
વાદળો ભયાનક ગર્જી રહ્યા છે,
અમૃતધારા વરસે છે ધીરે ધીરે,
નયન ચમકાવતી આવી રહી છે,
મિલન કરવા પ્રિયતમા ધીરે ધીરે,
સરિતામાં પ્રવાહ વહી રહ્યો છે,
નૈયા કિનારે આવે છે ધીરે ધીરે,
પ્રિયતમા મારી સામે દેખાય છે,
હાથ ફેલાવે છે મુજને ધીરે ધીરે,
મેધ મલ્હાર રંગ લાવી રહ્યો છે,
"મુરલી" તાન રેલાવું છું ધીરે ધીરે,
પ્રિયતમા હૃદયમાં વસી રહી છે,
આલિંગન આપું છું હું ધીરે ધીરે.

