STORYMIRROR

Kalpesh Vyas

Drama Romance

3  

Kalpesh Vyas

Drama Romance

આગમનનું શમણું

આગમનનું શમણું

1 min
317




કકળાટ કરતું હતુ જાણે હોય એક 'કાગ મન'.

લાય બળતું હતું જાણે હોય એક 'આગ મન'.

મન શાંત થયું જ્યારે થયું તમારું 'આગમન'.


મધુવંતી નામનો ગાઈ રહ્યું છે આજે 'રાગ મન'.

પ્રેમના એ સુંદર રાગ વિના છે 'બેરાગ મન'.

ઘણું સંગીતમય બન્યું છે તમારું 'આગમન'.


આતુર છે કરવા પ્રેમના અમૃતનું 'આચમન'.

ઝુમી રહ્યું આજે મોર બનીને મારું 'આ જ મન'.

ખુબ અહલાદક છે તમારુ 'આગમન'.


ગર્જી રહ્યું હતું જાણે હોય એક 'વાઘ મન'.

મહેકી રહ્યું છે આજે જાણે એક 'બાગ મન'.

મન મહેકાવી રહ્યું છે તમારુ 'આગમન'.


શમણાંમાંથી હવે જલ્દીથી તું 'જાગ મન'.

મોડું થઈ ગયું હવે જલ્દીથી તું 'ભાગ મન'.

કોણ જ્યારે ક્યારે થશે એમનું 'આગમન'?



Rate this content
Log in

Similar gujarati poem from Drama