Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

dr chintan pandya

Drama

4.0  

dr chintan pandya

Drama

"મને આખો હિસાબ દેખાયો"

"મને આખો હિસાબ દેખાયો"

1 min
540


"પોપચાં આંખોના મેં ચોળીને જોયું તો,

મને મારો ભુતકાળ દેખાયો


બાળપણ,યુવાનીની પરિસ્થિતિઓ અને,

મને મારો વર્તમાન દેખાયો,


બાલ્યાવસ્થાથી લઇ અત્યાર સુધીમાં,

મને મારો બદલાવ દેખાયો,


ઘણાં ઉતાર-ચઢાવને ભોગવનારો,

મને મારો અવતાર દેખાયો,


સુખમાં સાથે તો દુ:ખમાં છોડનારો,

મને મોટો સંસાર દેખાયો,


વચમાં વચમાં સારાં માણસોનો,

મને સારો સંગાથ દેખાયો,


બાકી તો, આ સ્વાર્થી જગતનો,

મને પુરો ચિતાર દેખાયો,


કેમેય કરીને આમાં ટકી રહેનારો,

મને મારો નિર્ધાર દેખાયો,


સારાં-ખોટાંના લેખાંજોખાંનો,

મને આખો હિસાબ દેખાયો."



Rate this content
Log in

Similar gujarati poem from Drama