STORYMIRROR

Hemangi Bhogayata

Drama

3  

Hemangi Bhogayata

Drama

આ તે કેવું ગાંડપણ?

આ તે કેવું ગાંડપણ?

1 min
535

આશ્ચર્ય પામે વાનર જોઈને ગાંડપણ,

વિચારે ચડ્યું કે કયાં માનવનું શાણપણ?


સામે ન માણસ તો એ હસતો જાય છે,

ન દેખાય કોઈ તો એ ગીત ગાતો જાય છે.


એક હાથે મૂકે ફોન તો લે લેપટોપ,

થયું એનું જીવન જાણે છૂટેલી તોપ.


ભૂલ્યો એ માણવાનું સાચા સુખ-દુઃખ,

વર્ચ્યુઅલ દુનિયા જ છીપાવે છે એની ભૂખ.


કરે હજારો શબ્દોની ફોન પર આપ-લે,

ભૂલી ગયો છે કહેતા કે લાવ તાળી દે!


વાનર પણ જાણે કેટલા જંગલમાં ફળ-ફૂલ,

માનવીને નથી ખબર કોણ રીઅલમાં કૂલ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama