STORYMIRROR

Solanki Sandhya

Drama

3  

Solanki Sandhya

Drama

તારી ને મારી કહાની

તારી ને મારી કહાની

1 min
567

તારી ને મારી આ એક કહાની છે ખુબ ન્યારી ...

તું મને દર વખતે જોતા લાગે છે એટલી જ વધુ પ્યારી ...


ક્યારેક થાય છે કે તારી માસૂમિયતને 

આમ કલાકો સુધી બેસીને જોયા જ કરું ...


પણ મારુ તારી સામે જોવાનું તેના ભાન થતાં જ

તું કેમ થોડું ગભરાઈ જાય છે...?


તારો અવાજ સાંભળતાની સાથે જ લાગે છે, 

મારા સઘળા સવાલો એમ જ ઉકેલાઈ જાય છે ...


મારુ આપેલું તને, પ્રેમથી સાચવી લે છે 

પણ,જો સામે આપવા આવું તો તું તરત સરકી જાય છે ...


તારી તો મને ખબર નથી (મનની) પણ 

મને તો તારી આ ચંચળતા..સુંદરતા.. અને

સરળતાથી મારું મન તો લુભાય જાય છે ...


ક્યારેક તું તારી મસ્તીમાં જ ભાગદોડ કરે છે,

ને પછી ક્યાંક અચાનક અથડાતાં રહી જાય છે,

તને શું ખબર ત્યારે મારું મન કેટલું ગભરાય છે ..?


તું આવું કેમ કરે છે કે હું પાસે આવું ને 

તું મારાથી ડરીને દૂર ચાલી જાય છે, 

બોલ મારી પ્યારી એવી " ખિસકોલી "...


પછી સમજાયું "સંધ્યા "કે તે શીખવે છે કે,

જિંદગીમાં અમુક સંબંધો દૂર રહીને પણ 

નિઃસ્વાર્થ પ્રેમથી નિભાવી શકાય છે ...




Rate this content
Log in

Similar gujarati poem from Drama