મારી વ્હાલી મા
મારી વ્હાલી મા
તારા વિના હું કંઇ જ નથી
ને તારાથી મારું સંપૂર્ણ અસિતત્વ છે
સંબંધ આ દુનિયામાં આવ્યા
એ પહેલા નો માત્ર તારી સાથે છે
મને આજે પણ પહેલું પગલું
તારો હાથ જાળીને મુક્યાનું યાદ છે
તારી દરેક વાતો જાણે
અશાંત મનને હળવું બનાવ્યાનું મને યાદ છે
ક્યારેક કડવી લાગતી એ સીખ
આજે મને જીવવાની કળા લાગે છે
દરેક મુસીબત નો સામનો ખુદ જ
કરવો પડે એ હિંમતની શરૂઆત યાદ છે
પોતાની તકલીફો ભૂલીને
અમને પ્રેમથી નવડાવ્યાની આ વાત છે
મારી કે તમારી નઈ "સંધ્યા" આ તો
દુનિયાની જીવતી જાગતી અજાયબીની વાત છે
