ફાવશે નહીં
ફાવશે નહીં


તારું આમ સાથે રહ્યા પછી,
અચાનક છુટી જવુ ફાવશે નહીં..
બહુ બોલકી વાતો કર્યાં પછી,
મુંગા થઈને જોવુ ફાવશે નહીં..
કંઈ કેટલાય ઉજાગરા કર્યાં પછી,
સાવ સુનુ હોવુ ફાવશે નહીં..
>બહુ હળવાશથી જીંદગી જીવ્યા પછી,
હવે બોજ લઈને ફરવું ફાવશે નહીં..
અનેક બેમતલબની વાતો પર
ખડખડાટ હસ્યા પછી,
આમ મનમાં મલકાવુ ફાવશે નહીં..
"સંધ્યા" સતત 'દિલ થી' સંબંધ સાચવ્યા પછી,
દિમાગ રૂપી ગણતરી કરવાનું ફાવશે નહીં...