કેમ ભૂલાય
કેમ ભૂલાય
પ્રણય ફૂલ જેવું સુમધુર હાસ્ય તારું;
આંખો સામે રોજ રમતી તારી જ છબી.
એ મધુર મિલન પળ............
કેમ ભૂલાય ? ? ?
લાગી તનમાં આગ, થયો તારો સ્પર્શ;
હૃદય અમારે આવ્યું પ્રેમતણુ ઘોડાપુર.
ભૂલી હું સઘળુ શાન ને ભાન;
ચૂમી લીધો એમ જ તારો ગાલ.
હોઠ તારા કરી રસબોળ પાયો પ્રેમરસ;
ને થયા લીન મગન એકબીજામાં.
ઢળતી સંધ્યાનો તારો આહલાદક સાથ;
હતું અતિ ઉન્નમાદ ભર્યું તારું સાનિધ્ય.
થયો અનુભવ મને સ્વર્ગ સમો, જ્યારે;
પીધો મેં પ્યાલો પ્રેમ રસનો.
એ મધુર મિલન પળ..........
કેમ ભૂલાય ? ? ?