રંગ
રંગ


રંગ ગુલાબી પ્રીતનો
સૌભાગ્યનો રંગ રાતો,
રંગ કડવો છે સત્યનો
જુઠ્ઠાણાનો રંગ ખચકાતો,
મરક-મરકતો રંગ હાસ્યનો
રંગ લાગણીનો ગદ્-ગદ્ થાતો,
રંગ મીઠો પ્રેમ ભરી યાદોનો
પણ વિરહનો ફિક્કો જણાતો,
રંગ અધીરો લાલચીનો
ખંત છે રંગ સફળતાનો,
સંસ્કાર છે રંગ સહનશીલતાનો
ભોંયતળિયે હો ભલે
રંગ આભે એ પ્રસરાતો!