STORYMIRROR

Solanki Sandhya

Romance

4  

Solanki Sandhya

Romance

કંઈક અલગ

કંઈક અલગ

1 min
513

કોઈથી બહુ સમય દૂર રહ્યા પછી ,

પાસે હોવાનો અહેસાસ કંઈક અલગ હોય છે ...


કોઈની સાથે લાંબા અબોલા પછી ,

થોડી મંદ વાતો કરવાની મજા કંઈક અલગ હોય છે ...


કોઈના આગમનમાં લાંબા ઇંતજાર પછી ,

મિલનની એ ક્ષણો કંઈક અલગ હોય છે ...


કોઈની ખુબજ ગંભીર અકળામણ પછી ,

થોડી ખુશમિજાજીની મજા કંઈક અલગ હોય છે ...


કોઈની અણગમતી અસહ્ય નફરત પછી ,

થોડા વ્હાલની બે ક્ષણોની મજા કંઈક અલગ હોય છે ...


"સંધ્યા" કોઈના રસ્તા પર આંખ બંધ કરી ચાલ્યા પછી,

પોતાના "દિલથી" જિંદગી જીવવાની મજા કંઈક અલગ હોય છે ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance