STORYMIRROR

Solanki Sandhya

Romance

3  

Solanki Sandhya

Romance

તારી ને મારી યાદ

તારી ને મારી યાદ

1 min
578


તને જો ક્યારેય પણ આવે મારી યાદ ,

તો ચોક્કસ જોઈ આવજે ,

એ તારી ને મારી યાદ. ..


તને જો લાગે ક્યારેય મારા વિના ,

અચાનક એક સુનકાર ,તો જોઈ આવજે ,

એ તારી ને મારી યાદ. ..


તારી આંખોમાં આવતા આંસુને ,

ન મળે કોઈ લૂછનાર , તો જોઈ આવજે ,

એ તારી ને મારી યાદ. ..


તારા ખડખડાટ હાસ્યને સાંભળવા ,

નથી કોઈ એ આભાસ થાય , તો જોઈ આવજે ,

એ તારી ને મારી યાદ. ..


અને "સંધ્યા" ક્યારેય પણ લાગે કે ,

તારા હાથમાં નથી એ હૂંફાળો

કોઈ નો સાથ , તો ચોક્કસથી ફરી જીવી આવજે,

એ "તારી ને મારી યાદો માં . .."



Rate this content
Log in

Similar gujarati poem from Romance