Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Solanki Sandhya

Others

5.0  

Solanki Sandhya

Others

મન

મન

1 min
448


આ મન છે કોઈ માણસ નથી,

કે તેને કેદ કરી શકાય.


એ ક્યારેક ચકલીની જેમ, 

જ્યાં ત્યાં ઉડ્યા કરે છે તો,

ક્યારેક કોઈ મધમાખીની જેમ 

કોઈ ચોટ પર ચોંટી જાય છે.

 

એ ક્યારેક વરસાદના હરખમાં મગ્ન, 

મોરની જેમ નાચી ઉઠે છે તો,

ક્યારેક રાતના ઘુવડની જેમ 

એકલું પોતાનામાં મૂંજાયા કરે છે.


એ ક્યારેક કોયલની જેમ મીઠી મીઠી 

વાણીમાં વાતો કરીને ટહુકે છે તો,

ક્યારેક તે સાવ અચાનક કર્કશ 

કાગડાની જેમ ગુસ્સે થઇ જાય છે.


"સંધ્યા" આ મન છે કદાચ,

તારા શબ્દો એને વર્ણવી નહીં શકે, 

કારણકે એને કોઈ તળ (તળિયું )નથી,

 કે ઉડી જતાં  કોઈ રોકનાર નથી.


Rate this content
Log in