એક વંટોળ
એક વંટોળ
1 min
500
એક વંટોળ આજે દિલમાં પણ ઉઠ્યો છે,
અચાનક મન કોઈની યાદમાં કોરાય છે.
પવન જેટલી ઝડપથી સમય,
આગળ વધતો જાય છે,
લાગે છે બધું જ પાછળ છૂટતું જાય છે.
યાદો જે ઝંઝાવાત ઉઠાવી લાવી છે,
એમાં કઈ કેટલાંય જીંદગીના,
ખરી ગયેલા પત્તા અને પળો છે.
અધૂરી રહી ગયેલી ઈચ્છાઓનો,
તીવ્ર ચક્રવાત ઉઠ્યો છે,
જેમાં કેટલાય સંબંધો અને સળવળતા સમાધાન છે.
અને આ એ જ "વંટોળ" છે "સંધ્યા",
જો જિંદગીમાં સ્થિરતા ન લાવીએ,
તો સઘળું એક ક્ષણમાં તણાઈ જાય છે.
