મન મારું
મન મારું
છે અપેક્ષા મારી કે નિજાનંદમાં રહે મન મારું.
છે અપેક્ષા મારી કે મનનું મોઢે કહે મન મારું.
ના રહે વાણી વર્તનમાં ભેદ ક્યારેય જીવનમાં,
છે અપેક્ષા મારી કે મળેલાંને જ ચહે મન મારું.
મઝા આવે છે ત્યારે કૈંક કરી છૂટાય પરહિતાય,
છે અપેક્ષા મારી કે પરાવાણી મુખે ગ્રહે મન મારું.
આનંદ ઉરનો રહે અધિક્તમ વૃદ્ધિ પામતો સદા,
છે અપેક્ષા મારી કે વૈખરી ના મુખે વદે મન મારું.
હરહંમેશ રહેતું રામચરન અનુરાગી થઈને બસ,
છે અપેક્ષા મારી કે વિષયોમાં ના વહે મન મારું.