STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

રમત વિયોગની..

રમત વિયોગની..

1 min
500


તારા વિરહમાં આવી ચડી મિલન આશની આંધી,

લોક લાજે આજે પાંપણોએ પરાણે પાળો બાંધી,


ઉમટ્યા પૂર પ્રીતની વર્ષા પછી વરસો બાદ,

અંતે પાંપણોએ પાળો તોડી મર્યાદાઓ છે લાંઘી,


માળા પરોવી આંસુઓની સુમિરન લાગી લગન,

જેમ તેમ કરીને ઝખ્મોની કોર અમે લીધી સાંધી,


મોરપીંછની રંગીન અદા ને મોરલીનાં સૂરમાં,

એટલું કે શ્યામ શું કામ તે માયા છોગલિયે બાંધી,


હવે આરો ઉગરવાંનો તું જ બતાવ મારા "પરમ",

"પાગલ" મિલન પછી શું કામ રમત વિયોગની માંડી!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama